Thursday, February 13, 2014

લાગણીઓનું અભયારણ્ય...



પરિણામ નબળું આવવાથી વિધ્યાર્થીએ આત્મહત્યા કરી.પત્ની પિયર જતાં પતિએ ગળે ફાંસો ખાધો.મમ્મીએ લેશન કરવાનું કહેતાં-લાગી આવતાં દીકરીએ વખ ઘોળ્યું. છાપાઓ આવાં સમાચારોથી ઉભરાય છે.ક્યાંક કોઇનો ‘ઇગો’ હર્ટ થાય છે, તો ક્યાંક કોઇની લાગણી ઘવાય છે. આજે કોઇ કંઇ બોલે ને કોઇકની લાગણી દુભાય. કોઇ નિવેદન કરે અને કોઇક સમુદાયની લાગણી ઘવાય. માત્રસમાજ કે રાજકારણ જ નહિ, મિત્રોની લાગણીને પણ ઠેસ પહોંચતી હોયછે. લાગણીઓને કંઇ રીતે સાચવવી? આ લાગણીઓ સાચવવાનું કોઇ અભયારણ્ય ખરું? અભયારણ્યમાં પ્રાણીઓ જે રીતે મુક્ત બનીને હરી ફરી શકે છે,એ રીતે લાગણી દુભાયા વગરની રહી શકે?એક એવો વિસ્તાર કે જ્યાં લાગણીને ઠેસ જ ન પહોંચે.? એક એવી જગ્યા જ્યાં લાગણી ઘવાવાના કોઇ ચાંસીસ જ ન હોય!! એવા લાગણીઓના અભયારણ્યની કલ્પના થઇ શકે?
“ અરે છગન, મગન, ઓ સુરેશ, ઓ મહેશ, અરે ટીના, બીના, બધા અહિં આવો, આપણે સાથે મળીને લાગણીઓનું એક અભયારણ્ય બનાવીએ......! અને હજી આજે પણ
લાગણીઓને ઠેસ પહોંચે છે,
લાગણીઓ ઘવાય છે, દુભાય છે,
કારણ
હજી સુધી અભયારણ્ય બનાવવાનું કામ પૂરું થયું નથી........!!!!! ”
.........ડો.સંતોષ દેવકર

No comments:

Post a Comment

Thanks for read and inspire.