Sunday, August 17, 2014




સીધે સીધું  ક્રુષ્ણને  મળવું છે એ દોસ્ત,
ચાલો, વાયાવાયા માંથી બહાર નિકળીએ.


ઇસુખ્રિસ્ત પોતાને ગામ અમથા ફરવા માટે ગયા. પોતાના જીવન દરમિયાન એમણે આંધળા ને દેખતા કરેલા, લંગડાને ચાલતા કરેલા અને મરેલાને જીવતા કરેલા. ઇસુ ગામ ભણી જઇ રહ્યા હતા. ત્યાં એક માણસ સામેથી આવતો દેખાયો એણે ઇસુ ને ઓળખી કાઢ્યા અને પ્રેમથી એમનુ અભિવાદન કર્યુ. ઇસુ એ એને પુછ્યું;”તુ કોણછે? પેલાએ કહ્યુ: મને ના ઓળખ્યો? હુ આંધળો હતો ને તમે તો મને દેખતો કરેલો. ઇસુ ખુશ થયા. એમણે પુછ્યુ;”ભાઇ તુ ક્યાં જઇ રહ્યો છે?” જવાબ મળ્યો;” વેશ્યાને ત્યાં નાચ ગોઠવાયોછે. ત્યાં જઉ છુ. ઇસુએ દુખી થઇ ને કહ્યુ:” મે તને આંખ એટલા માટે આપી હતી કે તુ પ્રભુના દર્શન કરી શકે .વેશ્યાનો નાચ જોવા માટે મે તને દ્રષ્ટિ નહોતી આપી. જવાબમા પેલા માણસે જણાવ્યુ, ઇસુ મને માફ કરજો, તમે મને આંખ આપેલી પણ આંખ વડે શું જોવુ તે નહોતુ સમજાવેલુ.

ઇસુ આગળ ચાલ્યા ત્યાં બીજો લંગડો માણસ મળ્યો. ઇસુએ તેને પણ સાજો કરેલો. ઇસુ એ પુછ્યુ,: ભાઇ તુ ક્યા જાય છે? જવાબ મા પેલા ભુતપૂર્વ લંગડાએ જણાવ્યુ:”: પીઠાપર. ઇસુ દુ:ખી થયા અને બોલ્યા,”  મે તને પગ એટલા માટે આપેલા કે તુ દેવળે જઇ શકે.એટલા માટે નહિ કે તુ દારુ ના પીઠે જાય. જવાબમા પેલા માણસે જણાવ્યુ,:ઇસુ મને માફ કરજો, તમે મને પગ જરૂર આપેલા પણ એ પગ વડે ક્યાં જવું તે મને નહોતુ બતાવ્યું.

ઇસુને ત્રીજો માણસ મળ્યો.ઇસુ એ તેને મોતના મુખ માંથી બચાવીને જીવતદાન આપેલું.ઇસુએ એને પુછ્યુ,:”તુ ક્યાં જઇ રહ્યોછે.? જવાબ મળ્યો,:”આપઘાત કરવા.” ઇસુ દુખી  થઇને બોલ્યા:”મે તને જીવન એટલા માટે આપેલુ કે આપઘાત કરીને તુ એ ગુમાવી દે? મે તો તને જીવન એટલા માટે આપેલુ કે તુ જીવનનો અર્થ પામી શકે.” જવાબ મા પેલા ભુતપૂર્વ મરેલા એ ઇસુને જણાવ્યુ,”ઇસુ, મને  માફ કરજો તમે મને જીવન તો આપ્યું પણ જીવન નુ શું કરવું તે મને નહોતુ કહ્યુ.

ક્રુષ્ણ જન્મના દિવસે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નારા સાથે બુમો પાડીને આનંદ વ્યક્ત કરવામા આવેછે.ક્રુષ્ણ જુગટુ રમ્યા હતા એવી કર્ણોપકર્ણ સાંભળેલી વારતા ને સાચી માની લઇ જુગાર રમવા માટે બેસી જાયછે. 

માણસને રુદય શામાટે છે?,હાથ-પગ માણસને આપેલા છે તે શામાટે છે?,આંખોનુ વિશેષ શું પ્રયોજન હોઇ શકે? જીવનનો અર્થ શુ? ગ્યાન શામાટે મેળવવું? ક્રુષ્ણએ ગ્યાન,કર્મ અને ભક્તિનો મહિમા કેમ કર્યો છે? હકિકતતો એ છે કે નોકરી મેળવવાની લ્હાયમા જીવનનો ઓરીજીનલ અભ્યાસક્રમ ભૂલી  જવાય છે. 
ડિગ્રી અને 
કહેવાતા શિક્ષણ પાછળની ભાગદોડમા જીવનના કર્મનો મર્મ  જાણવાનો જ રહી જાય છે.
ઇસુને મળેલા માણસો પૈકી પહેલો માણસ આંખ મેળવેછે અને દ્રષ્ટિકોણ પણ મેળવે છે. દ્રષ્ટિકોણ મેળવવો એટલે કે ગ્યાન મેળવવું. જીવન તરફ જોવાનો સાચો દ્રષ્ટિકોણ મળી  જાય તો જીવનનો મર્મ પામી શકાય.જીવન સાર્થક બની શકે. જીવન જીવવા અને માણવા માટે હકારાત્મક દ્રષ્ટિકોણ  ખૂબ જરૂરી છે. 

Positive outlook is
very much important
for
meaningful life.

 હકારાત્મક દ્રષ્ટિકોણ  ગ્યાન વગર શક્ય નથી. ગ્યાનયોગ હંમેશા આપણી પડખે ઉભો રહે છે.
ઇસુ ના સંપર્ક મા આવેલો બીજો માણસ લંગડો હતો.ઇસુએ તેને ચાલતો કર્યો.હાથ-પગની વાત આવે એટલે શ્રમની વાત આવે અને પરિશ્રમનો મહિમા થાય.ગીતામા સમજાવેલા સત્યો પૈકીનુ એક કર્મ છે.

ઇસુને મળેલી પહેલી વ્યક્તિ ગ્યાન અને બીજી વ્યક્તિ કર્મ ની વાત સમજાવી ગઇ. ત્રીજી વ્યક્તિ આપઘાત કરવા જાય છે તેને ઇસુ જીવન બક્ષે છે. જીવન કેવી રીતે જીવવું એ જો સમજાઇ જાય તો જીવન સાચા અર્થમા સાર્થક બને.અને તે ભક્તિ દ્વારા જ શક્ય બને.ઇસુ ને મળેલ ત્રણેય વ્યક્તિઓ ગ્યાન, કર્મ અને ભક્તિની વાતો સમજાવતા ગયા.શ્રીક્રુષ્ણએ આ જ વાતો અર્જુનના માધ્યમથી આપણને સમજાવી છે. કરુણતા એ છે કે જુગાર અને સોળહજાર રાણીઓની અપભ્રંશ થયેલી, કાચીસમજવાળી વાતો સમાજમાં ફરતી થઇ ગઇ. કમનસીબે જન્માષ્ટમીએ જુગાર રમવાનું દુષણ (કે ભુષણ?) 

સમાજમાં પ્રચલિત બન્યુ.સવારથી સાંજ સુધી માણસ પોતાના માટે જે કાંઇ કરે છે તે કામ છે અને બીજા માટે ,અન્ય ને ઉપયોગી થવાના ભાવથી જે કરે છે તે કર્મ છે.પોતા માટે વેઠે તે તાપ અને બીજા માટે સહન કરે તે તપ. કામ અને કર્મ, તપ અને તાપ, માહિતી અને ગ્યાન, શ્રમ અને પરિશ્રમ વગેરે મા સૂક્ષ્મ તફાવત છે. અમદાવાદ તરફ જતી બસ ચારને પચ્ચીસ મિનીટે ઉપડે છે. એ જો યાદ હોય તો તે માત્ર માહિતી છે ગ્યાન નહિ. ગુજરાતની તમામ બસો ક્યારે ઉપડે છે અને ક્યારે આવે છે તેનો ચોક્કસ સમય ખબર હોય તો પણ તે માહિતી જ છે,ગ્યાન નથી. 

માનવ શબ્દકોશમા ત્રણ ધાતુઓ મહત્વના છે.એ ધાતુઓ છે ગ્ના, ક્રુ અને ભજ . ‘ગ્ના એટલે જાણવું’, ‘ક્રુ એટલે કરવું’, અને ‘ભજ એટલે ભજવું’. માનવે કંઇક જાણવાનુ છે,   જાણીને કંઇક કરવાનુ છે અને જે કંઇક કરવાનુ તે ભાવપૂર્વક કરવાનું છે. જાણવું આ છે ગીતાનો સાંખ્યયોગ;ગ્યાન્યોગ. કરવુ આ છે ગીતાનો કર્મયોગ . ભજવું આ છે ગીતાનો ભક્તિયોગ. જીવનમા એકલુ ગ્યાન એકલુ કર્મ કે એકલી ભક્તિથી કામ નથી ચાલતુ. માણસની વ્યક્તિગત પ્રક્રુતિ અલગ અલગ હોય છે. તેથી આ ત્રણેય નુ પ્રમાણ ફેરવાયા કરેછે. ગીતામા ગ્યાન, કર્મ અને ભક્તિનો અપૂર્વ સમન્વય જોવા મળે છે.બીજો અધ્યાય ગીતાનો ગ્યાનમાર્ગ સમજાવે છે,ત્રીજો અધ્યાય ગીતાનો કર્મયોગ પ્રબોધે છે અને બારમો અધ્યાય ગીતાનો ભક્તિમાર્ગ સમજાવે છે.

કંઇ યુનિવર્સિટી સમજાવશે આંખનો સાચો ઉપયોગ,સાંખ્યયોગ અને દ્રષ્ટિનો મહિમા? કંઇ યુનિવર્સિટી સમજાવશે હાથપગનો સાચો ઉપયોગ,કર્મયોગ અને પરિશ્રમ નો મહિમા? કંઇ યુનિવર્સિટી આપશે રુદયની સાચી કેળવણી ,ભક્તિયોગ અને લાગણીનો મહિમા ? રુદયમાત્ર લોહીની આપ-લે કરતું સાધન માત્ર નથી પરંતુ આપણી લાગણીઓને જીલનારું અને લાગણીઓ વ્યક્ત કરનારું એપી સેંટર છે.

શ્રીરામ અને શ્રીક્રુષ્ણ એ ઉઠાવેલા દુ:ખો પૈકી કોઇ દુ:ખ આપણા ભાગે આવેલું નથી. નથી થયો જેલમા જન્મ કે નથી મળ્યો ચૌદ વર્ષનો વનવાસ. તેથી હતાશા કે નિરાશાનો સવાલ નથી આવતો. જો આ જન્માષ્ટમી સાચા અર્થમા ઉજવવી હોય તો ગુજરાતના યુવાનોએ ગુણવંતશાહ લિખીત ‘ક્રુષ્ણનુ જીવન સંગીત’ પુસ્તક વાંચવા જેવું છે.આ પુસ્તક વાંચ્યા વગરની જન્માષ્ટમી અધુરી કહેવાશે.ગ્યાન, કર્મ અને ભક્તિના સમન્વય થકી જીવન  સાર્થક બનાવીએ.(શીર્ષક પંક્તિ:તુરાબ)


મિસરી
પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે;
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

(sms-વી જે. શાહ, ડભોઇ )
***

No comments:

Post a Comment

Thanks for read and inspire.