Saturday, July 12, 2014



હર  શખ્સ  દૌડતા  હૈ  ભીડકી  તરફ
ઔર યે ભી ચાહતા હૈ કી ઉસે રાસ્તામીલે.
‘’ આ જગતમાં
એકલા
સુખી માણસ જેટલું
દુ:ખી કોઈ નથી
અને
બે
દુ:ખી માણસ જેટલું
સુખી કોઈ નથી. ‘’          

સમયની સાથે માણસ રાત-દિવસ જોયા વગર દોડતો રહે છે. તેની આ દોડ સુખી થવાની છે કે અસ્વસ્થ થવાની તેની તેને જ ખબર પડતી નથી. દોડનો અંત પણ આવતો નથી. સમયની સાથે ન આવનારો પાછળ રહી જાય છે, અને થોડા વખત પછી ફેંકાઈ જાય છે. સમયની સાથે ચાલનારા હંમેશા સફળ રહ્યા છે. અમિતાભ બચ્ચન સમયની સાથે પરિવર્તન કરનારાઓમાં અવ્વલ નંબરે છે. તેથી જ આજે ચાર-ચાર પેઢી અમિતાભની ચાહક છે.
           એકલો માણસ સુખી હોઈ ન શકે અને બે જણ ક્યારેય દુ:ખી ન હોઈ શકે. એકલા હોવાનું દુ:ખ અસહ્ય હોય છે. એકલા હોવું એટલે નરકમાં હોવું એવું કહેવાનો રિવાજ નથી. માણસ એકલો રહી જ શકતો નથી. માણસનું ધન, દોલત, ઐશ્વર્ય બધુ જ બીજાની હાજરીમાં શોભે છે. બીજો મને જુએ, મારા વખાણ કરે, મારા ઐશ્વર્યને વધાવે તેની તલાશમા હોય છે. એકલા માણસ પાસે અઢળક સાધ્યબી હોય તો પણ તે સુખી થઈ શકતો નથી.કહોકે સુખી થ ઇ શકતો નથી.    જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે, તે ક્યારેય સમય વેડફી નાખતો નથી. કુંટુંબ માટે, સંસ્થા માટે, સમાજ અને રાષ્ટ્ર માટે. વિવિધ પ્રવૃત્તિઓ કરવી હોય તો દરેક પ્રવૃત્તિ માટે સમય તો કાઢવો જ પડે છે. માનવી પાસે રોજના માત્ર ચોવીસ કલાક છે અને તેમાંય દિન ચર્યા માટેના કલાકો બાદ કરીએ તો  કામના માત્ર બારથી પંદર કલાકો બચે. આ મર્યાદિત સમયનો જો કળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય.
           સમય પાલન અંગે સાવચેતી રાખનાર સમયસર પોતાના કાર્યો સિદ્ધ કરી શકે છે અને જે સમય પ્રત્યે બેદરકાર હોય, તેની અવગણના કરે અર્થાત તેને ઓછું મહત્વ  આપે તેને તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રેઈનનો સમય ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટશને પહોંચી જઈએ તો ટ્રેન ચૂકી જવાની કોઈ શક્યતા નથી પરંતુ ટ્રેનના સમય અંગે બેદરકાર રહેનાર તો ટ્રેન ચૂકી જ જાય છે, અથવા છેલ્લી ઘડીએ દોડીને ટ્રેઈન પકડવી પડે અને તેમાં..... અકસ્માતનું જોખમ હોય છે.
           માનવી પોતાની સંપત્તિની ગણતરી કરતો રહે છે અને તેમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની સતત કાળજી રાખે છે. સંપત્તિમાં થયેલો ઘટાડો દૂર કરી તેમાં વધારો કરવા માટે તે સતત પ્રયત્ન કરે છે. સંપત્તિની વૃધ્ધિથી જેટલો આનંદ થાય તેટલો જ સમયની બચતથી થાય. બચાવેલા સમયમાં નવી યોજનાઓ અમલમાં મૂકીને સમૃધ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય.
           વ્યક્તિનું ધ્યેય તેની મનોવૃત્તિ સાથે સંકળાયેલું હોય છે. ધનવાન બનવાની મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિઓ કઈ રીતે વધુમાં વધુ આવક મેળવી શકાય, તેના રસ્તા શોધે છે. સલાહ સૂચન કરનાર તો ઘણા મળી રહે છે, પરંતુ પોતાની ક્ષમતા અને નબળાઈઓનો ખ્યાલ રાખીને કારકિર્દી ઘડવી જોઈએ અને તે માર્ગે આગળ વધવુ જોઈએ. કારકિર્દીની વિચારણા કર્યા વગર, ધ્યેય નક્કિ કર્યા વગર આગળ વધતી વ્યક્તિ છેલ્લે નિરાશ થાય છે અને સમય બગાડ્યાની ગિલ્ટી ફીલ કરે છે.
           સમય અને જીવન શૈલી વચ્ચે ગાઢ સંબંધ છે. પોતાની જીવન શૈલીની પારદર્શકતા માટે પૂર્વવિચારણા કરી ચોક્કસ સમય ફાળવવો જોઈએ. વાસ્તવમાં એવી જીવન શૈલી પસંદ કરાય જેમાં ખોટો સમય ન બગડે અને માનસિક શાંતિ મળે.
           વર્તમાન સમયમાં Time management                                શબ્દ પ્રયોગ ખૂબ પ્રચલિત બન્યો છે. અવારનવાર સાંભળવા મળે છે કે ‘ટાઈમ મેનેજમેંટ’ નો અભાવ લાગે ત્યારે અર્થએ થયો કે ધારેલુ કાર્ય સમયસર પૂરુ થયુ નથી. અને પછી તેની ઉપર આધારિત અન્ય પ્રવૃત્તિઓ પણ ખોરવાઈ જાય છે. સાથે સંકળાયેલા અન્ય વહીવટી માણસો તથા મહેમાનોને પણ પરેશાની ભોગવવી પડે છે. તેથી સફળતા મેળવવા ‘ટાઈમ મેનેજમેંટ’ આવશ્યક છે.
           સમય એક સંપત્તિ છે. તેની બચત થવી જોઈએ. બચાવેલો સમય ભોગ-વિલાસમાં પસાર કરી ક્ષણિક સુખ મેળવી શકાય પરંતુ આત્માની ઉન્નતિ માટે સમયનો સદઉપયોગ કરવો જોઈએ. જેવી રીતે લોકોના કલ્યાણ માટે વાપરેલ સંપત્તિ હંમેશા સુખ શાંતિનું સર્જન કરે છે તેવી રીતે સારી પ્રવૃત્તિઓ માટે બચાવેલો સમય મનની શાંતિ અને સુખ બક્ષે છે.(શીર્ષક પંક્તિ: વસીમ બરેલવી) ***
મિસરી:
“ લગ્ન માંથી
પ્રેમ જન્મી શકે,
પણ
પ્રત્યેક પ્રેમનું પરિણામ
લગ્ન નથી. ”
(Sms: મનહરભાઇ મોદી, કેનેડા)
                        ***  

No comments:

Post a Comment

Thanks for read and inspire.