Showing posts with label just. Show all posts
Showing posts with label just. Show all posts

Thursday, May 8, 2014

નવા નદીસર


રાકેશ પટેલ અને ગોપાલભાઈ.બંને નાવાનાદીસર પ્રાથમિક શાળાના શિક્ષકો.પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની નવાનદીસર પ્રાથમિક શાળાનું એક અનોખું કામ.તેઓ સતત પાંચ વર્ષથી ઈ-મુખપત્ર ચલાવે છે.
અહી એક લીંક આપેલ છે.આપેલ લીંક વડે આ શાળાના મુખપત્ર જોવા મળશે.આ મુખપત્ર આખા માસમાં થયેલી શાળાની વિવિધ પ્રવૃત્તિની વિગતો આપવામાં આવે છે.
શ્રી રાકેશભાઈ મારા મિત્ર અને સાથી લેખક છે.તેમની આ નવતર પ્રવૃત્તિની નોધ આઇઆઇએમ્ સુધી લેવાઈ છે.દિવ્યભાસ્કર જેવા દૈનિક પત્રમાં પણ આ શાળાની નોધ લેવાઈ છે.રાકેશ પટેલ મારા મિત્ર અને સાથી.તે મને જણાવે છે કે ‘મારી શાળાના આચાર્ય શ્રી ગોપાલભાઈ પટેલ અને અન્ય શિક્ષકો મને આ માટે સતત મદદ કરી પ્રોત્સાહન આપે છે.’આજે શૈક્ષણિક રીતે લખતા બ્લોગ વિશે વાત થાય તો નાવાનાદીસર પ્રાથમિક શાળાના બ્લોગની નોધ લેવી જ પડે.
                                      

Thursday, February 13, 2014

લાગણીઓનું અભયારણ્ય...



પરિણામ નબળું આવવાથી વિધ્યાર્થીએ આત્મહત્યા કરી.પત્ની પિયર જતાં પતિએ ગળે ફાંસો ખાધો.મમ્મીએ લેશન કરવાનું કહેતાં-લાગી આવતાં દીકરીએ વખ ઘોળ્યું. છાપાઓ આવાં સમાચારોથી ઉભરાય છે.ક્યાંક કોઇનો ‘ઇગો’ હર્ટ થાય છે, તો ક્યાંક કોઇની લાગણી ઘવાય છે. આજે કોઇ કંઇ બોલે ને કોઇકની લાગણી દુભાય. કોઇ નિવેદન કરે અને કોઇક સમુદાયની લાગણી ઘવાય. માત્રસમાજ કે રાજકારણ જ નહિ, મિત્રોની લાગણીને પણ ઠેસ પહોંચતી હોયછે. લાગણીઓને કંઇ રીતે સાચવવી? આ લાગણીઓ સાચવવાનું કોઇ અભયારણ્ય ખરું? અભયારણ્યમાં પ્રાણીઓ જે રીતે મુક્ત બનીને હરી ફરી શકે છે,એ રીતે લાગણી દુભાયા વગરની રહી શકે?એક એવો વિસ્તાર કે જ્યાં લાગણીને ઠેસ જ ન પહોંચે.? એક એવી જગ્યા જ્યાં લાગણી ઘવાવાના કોઇ ચાંસીસ જ ન હોય!! એવા લાગણીઓના અભયારણ્યની કલ્પના થઇ શકે?
“ અરે છગન, મગન, ઓ સુરેશ, ઓ મહેશ, અરે ટીના, બીના, બધા અહિં આવો, આપણે સાથે મળીને લાગણીઓનું એક અભયારણ્ય બનાવીએ......! અને હજી આજે પણ
લાગણીઓને ઠેસ પહોંચે છે,
લાગણીઓ ઘવાય છે, દુભાય છે,
કારણ
હજી સુધી અભયારણ્ય બનાવવાનું કામ પૂરું થયું નથી........!!!!! ”
.........ડો.સંતોષ દેવકર