Wednesday, November 6, 2019


ગીફ્ટમા દરેકને એક કલ્પવૃક્ષ મળેલુ છે
ખુબ થાકીને,લોથપોથ થયેલો એક માણસ ઝાડ નીચે ફસડાઇ પડ્યો. અને તરત જ ઊંઘી ગયો. સદનસીબે એ ઝાડ કલ્પવૃક્ષ હતુ. પરંતુ એ બાબતે એ અજાણ હતો. એ જાગ્યો ત્યારે પેટમા કકડીને ભૂખ લાગી હતી. તેણે આજુબાજુ નજર નાખી અને બોલ્યો: કાશ.. કાઇ ખાવાનુ મળી જાય. ! તરતજ બત્રીસ જાતના પકવાન અને તેત્રીસ જાતના  શાક હાજર થઇ ગયા. પેટ ભરાઇ ગયુ એટલે વિચાર આવ્યો: બહુ તરસ લાગી છે, કંઈક પીવાનુ મળે તો કેવુ સારું.! અઢાર જાતના પીણા હાજર થઈ ગયા. કલ્પવૃક્ષ હોવાથી તરત ઇચ્છાપૂર્તિ થવા લાગી. ખાધા-પીધા પછી ફરીથી માણસે ઝાડ નીચે લંબાવ્યુ. તેના મનમા વિચાર વમળ ઉઠવા માંડ્યા.હું ઊંઘુ છુ કે જાગુ છુ? હું ભૂત પ્રેતનો શિકાર તો નથી બની ગયો ને? આમ વિચાર કર્યો તેમા તો ભૂત હાજર થઇ ગયા. તે ભૂત જોઈ ને ધ્રુજવા લાગ્યો. એણે મનોમન વિચાર્યુ, હવે આ ભૂત મને મારી તો નહી નાખે ને?’ લાગે છે આ ભૂત મને જીવતો નહિ જવા દે. તરત જ ભૂતે તેને મારી નાખ્યો.
ઇચ્છા પૂર્ણ કરે તેવુ વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. આ વૃક્ષની નીચે બેસીને જે ઇચ્છા વ્યક્ત કરીએ  તે તત્કાળ પૂરી થાય. આ વૃક્ષ આમતો આપણા મનનુ જ પ્રતીક છે. જે ઇચ્છીએ અને યોગ્ય દિશામા પરિશ્રમ કરીએ તો ઇચ્છા પૂર્તિ થયા વગર ન રહે.
માનવીનુ મન સ્વયં કલ્પવૃક્ષ છે. જે પણ ધારીએ તે કરવા તે સમર્થ છે. વહેલી કે મોડી સફળતા મળતી જ હોય છે. સવાલ માત્ર ધારણા અને મંઝીલ વચ્ચેના સમયગાળાનો છે. ઘણીવાર તો ધારેલુ અને વિચારેલુ હોવા છતાં આપણે ભૂલી જઇએ છીએ, સત્યનારાયણની કથાના નાયકની જેમ.!  
દ્રઢમનોબળ  સફળતાને નિમંત્રે છે. સ્વર્ગ કહો કે નર્ક, હેપીનેસ કે પછી ટેન્શન બધ્ધુ અહીં, મનમા જ ઘડાતુ હોય છે. જ્યાં નકારાત્મકતા ઉદભવે;  હકારાત્મકતાના વમળો પણ ત્યાં જ સર્જાતા હોય છે. 
જીવનને જો એક અલગ અંદાજથી નિહાળવામા આવે તો- જ્યા જ્યા નજર મારી ઠરે- બધે સ્વર્ગ જ દેખાશે. હંમેશા રોદણા રડવાવાળા રોતલો સુખની સુંદર પળોને દુ:ખમાં ફેરવી નાખવાનુ કૌશલ્ય ધરાવતા હોય છે.!
મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારનારા સ્વર્ગનુ સર્જન કરતા હોય છે. સર્જન આપણા હાથની વાત છે, પછી એ સ્વર્ગ હોય કે નર્ક.! ઇશ્વર તરફથી દરેકને એક કલ્પવૃક્ષ ગીફ્ટમાં મળેલુ જ છે.કોણ,ક્યારે,કેટલો ઉપયોગ કરે છે, તેના પર તેની સફળતા અવલંબિત છે.

મિસરી

ખુદસે વાદા
નેક ઇરાદા
ઔર
મહેનત જ્યાદા.

Santoshdevkar03@gmail.com

Tuesday, September 22, 2015



Saturday, August 1, 2015






Tuesday, July 21, 2015

મેઘધનુષ....જયહિંદ ...19જુલાઇ
પ્રતિબદ્ધવ્યક્તિ સાથે પ્રતિબધ્ધતાવાળાની જ મિત્રતા સંભવી શકે..!1જેમ કોઇ દારુની મહેફિલ વાળા મિત્રોના સર્કલ માંથી નિર્વ્યસની વ્યક્તિની આપોઆપ બાદબાકી થઇ જાય તેમ.!!!!
સ્માર્ટ મોબાઇલ મળે સ્માર્ટ માણસ ક્યા?? સ્માર્ટ હોવુ એટલે શુ???




Wednesday, July 15, 2015

JayHind............12/07/2015





Wednesday, June 24, 2015

JAIHIND...........MEGHDHANUSH.....21JUNE,2015



Saturday, April 25, 2015

Jay Hind daily.....19April2015









Thursday, March 12, 2015

Wednesday, March 4, 2015












કોઇનો ઉત્સાહ વધારવો, તેને એનર્જેટિક બનાવવો, પડ્કારો જીલવા માટે તૈયાર કરવો એ એના પર કરેલો ખુબ મોટો ઉપકાર છે.બાળક વિવેકી, પ્રામાણિક અને પરિશ્રમી બને તે માટે મા-બાપ પ્રયત્નશીલ હોય છે.પરંતુ થાય છે ઉલટુ,બાળક અપ્રામાણિક ,અવિવેકી અને આળસુ બની જાય છે.પોજીટીવ એનર્જી પેદા કરનારા વિચારો,પુસ્તકો,મિત્રો, સજ્જ્નો વગેરેનો સંગ કરાવવાનું આપણે ચૂકી જઇએ છીએ.અને જાણે અજાણે નકારાત્મકતા તરફ દોરી જઇએ છીએ.ખબર પડે છે ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોયછે.......




Saturday, February 21, 2015




પ્રેમ એટલે હું નહીં
પ્રેમ એટલે તું ય નહીં
પ્રેમ એટલે-
હુંથી તુંસુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં
પ્રેમ એટલે રાધા જ નહીં
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ





Saturday, January 31, 2015


25Jan.2015 , JAYHIND, Daily,










Monday, January 19, 2015

 જયહિન્દ દૈનિક ૧૮ જાન્યુ.૨૦૧૫.........




Friday, January 2, 2015

રજાઇ (ધાબળો)................ 
ઠંડીના દિવસોમાં રજાઇ ઓઢીને પડી રહેવાનુ કોને ન ગમે? રજાઇની હૂંફ આનંદ આપનારી,ખુશીથી તરબોળ કરનારી હોય છે.? રજાઇની હૂંફને સુખની કક્ષા સુધી લઇ જનારા સદભાગીઓ જ આ મોજ ને માણી શકે.! 
બે મળેલાજીવ વચ્ચેનું અંતર કેટલું? આ મળેલાજીવ હજારો કિલોમીટર એકબીજાથી દૂર રહેતાં હોય તો પણ બેય વચ્ચે કોઇ અંતર નથી હોતુ. જ્યારે એક જ રજાઇમા સુતેલા બે જણ વચ્ચે જોજનો જેટલુ અંતર હોઇ શકે.! આ અંતર ઘટાડવા માટે કોઇ મેટ્રો ટ્રેન કામ નઇ લાગતી. કોઇ હવાઇ જહાજ બે જણ વચ્ચેનું અંતરઘટાડી શકે નહી. ગાડી, બંગલો,પૈસો, ને જાયદાદ બે જીવના મન મેળવી નહિ શકે. બે મળેલાજીવ આ ધરતી પરના સુખી જણ છે. જો તમે બે મળેલાજીવમાના એક છો તો, તમે આ જગતની ધનવાન વ્યક્તિ છો.તમારાથી વધુ નસીબદાર બીજુ કોઇ નથી.....................!!!!ડો. સંતોષ દેવકર

Thursday, January 1, 2015

Dt.28/12/2014...sunday....JAIHIND...Daily


Sunday, December 21, 2014

જયહિન્દ દૈનિક ૨૧/૧૨/૨૦૧૪.......મેઘધનુષ  


Wednesday, December 10, 2014

જયહિન્દ દૈનિક તા.૦૭/૧૨/૨૦૧૪                                                          



જયહિન્દ દૈનિક તા.૦૭/૧૨/૨૦૧૪



Tuesday, December 9, 2014

તા.૦૭/૧૨/૨૦૧૪ના જયહિન્દ દૈનિક મા ....................................... 




Friday, December 5, 2014

 મેઘધનુષ મા આ વખતે ઘર વિશે...............૩૦નવે.૨૦૧૪

Wednesday, December 3, 2014

 મેઘધનુષ તા.૨૩નવેમ્બર, જયહિન્દ દૈનિક.........